સુરતમાં ધારાસભ્ય વિનુ મોરડીયાએ રહેણાંક વિસ્તારમાં સુરક્ષા માટે ભંગારના ગોડાઉન મામલે સવાલ ઉઠાવ્યા
સુરતમાં પાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ અધિકા
સુરતમાં પાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેમાં કતારગામ વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર સવાલો ઉઠાવ્યા હતા. નોટિસ આપ્યા બાદ રહેણાક વિસ્તારમાંથી કારખાના દૂર કરાશે તેમ કહેતા ધારાસભ્ય અધિકારીઓ પર ગુસ્સે થયા હતા.
વિનુ મોરડીયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, રહેણાક મિલકતોમાં ડિમોલેશન કે સીલ વખતે તો કોઈ નોટિસ અપાતી નથી. લોકોને ઘરમાંથી સામાન બહાર કરવાની તક પણ અપાતી નથી. ગેરકાયદેસર તાણી દેવાયેલા ભંગારના ગોડાઉન માટે નોટિસ આપવાની શું જરૂર છે ?
આ પણ વાંચો : વડોદરામાં નિવૃત્ત એરફોર્સ જવાને પત્નીને મારી ગોળી, સુરેન્દ્રનગરમાં એક શખ્સ પર જાહેરમાં ફાયરિંગ
મોટા ભાગના રહેણાંક કે જાહેર જગ્યાઓ પર ભૂતિયા સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાય છે. વોર્ડ ઓફિસ, ગાર્ડન, શાંતિ કુંજ, વાંચનાલય સહિતની જગ્યાઓ પર ચોપડે સિક્યુરિટી ગાર્ડ બતાવી ત્યાં કોઈ હોતું જ નથી. ગાર્ડ હોય તો તે શારીરિક રીતે સક્ષમ હોતા નથી. મોટેભાગે તેઓ ખુરશીમાં બેસી આરામ ફરમાવતા હોય છે. આ સાથે તેમણે સિક્યુરિટી પોઇન્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવા રજૂઆત કરી હતી.






