મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં નિવૃત્ત એરફોર્સ જવાને પત્નીને મારી ગોળી, સુરેન્દ્રનગરમાં એક શખ્સ પર જાહેરમાં ફાયરિંગ

ગુજરાતમાંથી અવારનવાર ફાયરિગની ઘટના સામે આવતી હોય છે. એવામાં ગુજરાતના વડોદરા તથા

વડોદરામાં નિવૃત્ત એરફોર્સ જવાને પત્નીને મારી ગોળી, સુરેન્દ્રનગરમાં એક શખ્સ પર જાહેરમાં ફાયરિંગ

ગુજરાતમાંથી અવારનવાર ફાયરિગની ઘટના સામે આવતી હોય છે. એવામાં ગુજરાતના વડોદરા તથા સુરેન્દ્રનગરમાંથી ફાયરિંગની ઘટના સામે આવતા ઘટના સ્થળના વિસ્તારમાં ચકચારી મચી જવા પામી છે. વડોદરામાં નિવૃત એરફોર્સ ઓફિસર દ્વારા પોતાની જ પત્ની પર બંદુક ચલાવવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં એક શખ્સ દ્વારા ગેરકાયદેસર હથિયાર વડે ફાયરિગ કરાયું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

વડોદરામાં નિવૃત્ત એરફોર્સના જવાન દ્વારા પત્ની પર ફાયરિંગ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની હતી. જેમાં  બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પતિ પત્ની વચ્ચેની માથાકૂટમાં વચ્ચે પડેલા અન્ય યુવકને પણ ગોળી વાગી હતી. બન્નેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સાપુતારામાં યાત્રાળુ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 7ના મોત; 17 ઘાયલ સારવાર હેઠળ

મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનમેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિએ પોતાના પાસેની બંદૂકથી ગોળી મારી હોવાનું બહાર આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં નીલમ શર્મા નામક વૃદ્ધા ઇજગ્રસ્ત થતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હરવિંદર શર્મા નામક શખ્સ નિવૃત્ત એરફોર્સના જવાન છે જેમની સાથે પ્રોપર્ટીને લઇને વિવાદ થયો હતો. આ વિવાદમાં નીલમ શર્માના કેર ટેકર તરીકે ભૂમિ પ્રજાપતિ હાજર હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે હરવિંદરની શોધખોળ અંગે કાર્યવાહી હાથ ધરી છે. એરગનમાંથી ફાયરિંગ થતા વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે.

સુરેન્દ્રનગરમાં જમીન બાબતે ફાયરિંગની શંકા

સુરેન્દ્રનગરના ઝેઝરીમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં જમીન બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સાહિલ ખાન નામના શખ્સ દ્વારા સાજીદ ખાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગની ઘટના થતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં જ ફાયરિંગ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દોડી આવી હતી. ગેરકાયદેસર હથિયારથી ફાયરિંગ કરાયું હોવાની પોલીસને શંકા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો