મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બિરસા મુંડાના આદર્શો સામે સવાલ: MLA રમણ પાટકર જ બન્યા ગરીબ આદિવાસી પરિવારોના ઘરો પર તપાસની માંગણી કરનાર

એક તરફ રાજ્યમાં આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જયંતિની ઉજવણીના મોટા કાર્યક

એક તરફ રાજ્યમાં આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જયંતિની ઉજવણીના મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે, તો બીજી તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આદિવાસીઓના હક સામે જ સવાલ ઊભા થયા છે. ઉમરગામના ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે 70 જેટલા આદિવાસી પરિવારોના વર્ષો જૂના ઘરો વિરુદ્ધ જમીનની તપાસ કરવા માટે કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી હોવાનો આક્ષેપ છે.

ખાનગી કંપનીના વિરોધનો બદલો?

આ સમગ્ર વિવાદ ઉમરગામ તાલુકાના ડેહલી ગામના ઝરીપાડા વિસ્તારમાં થયો છે. સ્થાનિક આદિવાસીઓએ એક ખાનગી કંપની સામે વિરોધ કર્યો હતો અને રસ્તો પહોળો કરવાના મામલે અવાજ ઉઠાવ્યો હતો.

આદિવાસીઓના આ અવાજના વિરોધમાં, તેમના નેતા ગણાતા ધારાસભ્ય રમણ પાટકરે ગરીબોનો પક્ષ લેવાને બદલે તેમની વિરુદ્ધ જમીન પર બાંધેલા વર્ષો જૂના ઘરોની તપાસ માંગી છે. આ ફરિયાદને કારણે આશરે 70 આદિવાસી પરિવારોના ઘરો પર હવે 'લટકતી તલવાર' લટકી રહી છે.

'બિરસા મુંડા'ના નામે મોટી વાતો, પણ હકીકત કડવી

ઝરીપાડાના સ્થાનિકોએ ધારાસભ્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસો અગાઉ જ ઉમરગામમાં આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના બલિદાનની મોટી વાતો કરવા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આદિવાસીઓના હક માટે નેતાઓ મોટી વાતો કરતા હતા, પરંતુ બીજી તરફ આદિવાસી લોકોએ ખાનગી કંપનીનો વિરોધ કરતા જ ધારાસભ્યે તેમના ઘરો પર તરાપ મારી તપાસ માંગી છે.

આ મામલે ધારાસભ્ય રમણ પાટકરે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે તેઓ વિકાસના કામમાં અવરોધ જણાવી રહેલા ગરીબો માટે કોઈ દયા નહીં હોવાનું જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો