VIDEO: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રને વરસાદે ઘમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો, મહેસાણામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ
રાજ્યમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના મહેસાણા જિલ્લો, સાબરકાંઠાના
રાજ્યમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના મહેસાણા જિલ્લો, સાબરકાંઠાના હિંમતનગર સહિત વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
મહેસાણામાં 4 કલાકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકામાં વરસાદ વરસ્યો છે. મહેસાણામાં 4 કલાકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 4.5 ઈંચથી વધુ વરસાદે મહેસાણાને ઘમરોળ્યું છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરા નગર રોડ, બસ પોર્ટ, બે નાળા સહિત અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા હતા.
વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર અને વડનગર એક-એક ઇંચ વરસાદ વરસ્યો છે. મહેસાણાના રસ્તાઓ બેટમાં ફેરવાયા, કેટલાક સ્થળ પર તો ગળાડૂબ અને કમર સુધીના પાણી ભરાયા હતા.
વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો
વિજાપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. કડી, બહુચરાજી અને જોટાણામાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
સાબરકાંઠામાં પણ વહેલી સવારથી વરસાદ
સાબરકાંઠામાં પણ વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામબાદ ફરીથી મેઘ મહેર થઈ હતી. ભારે ગાજવીજ સાથે વરસાદ સાબરકાંઠાના હિંમતનગરની સંખ્યાબંધ સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. હિંમતનગરના નેશનલ હાઇવે નંબર આઠ પર પણ અડધો ફૂટ પાણી ભરાયા હતા. હિંમતનગર ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો હડિયોલ, ગઢોડા, કરણપુર, ધનપુરા, ગાંભોઈ હિંમતપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો.








