મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:કિન્નરોના વેશમાં દારૂની હેરાફેરી, દમણથી 3 મહિનાથી ચાલતા નશાના કારોબારનો આ રીતે ફૂટ્યો ભાંડો..

સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અપનાવવામાં આવતાં હોય છે. ત્યારે ઓટોરીક્ષા મારફતે ઘુસાડ

સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અપનાવવામાં આવતાં હોય છે. ત્યારે ઓટોરીક્ષા મારફતે ઘુસાડાતા દારૂનો આઈડીયા જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. કારણ કે, કિન્નરોનો વેશ ધારણ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનુ હેરાફેરી કરતા પાંચ આરોપીઓની PCB પોલીસે ધરપકડ કરી છે. 

પોલીસ કિન્નરોને રોકતી નહી

આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ઓટો રીક્ષા મારફતે સુરતથી દમણ જઈને દારૂ લઈને આવતા હતા. બાદમાં સુરતમાં ચોરીછુપેથી વેચાણ કરતા હતા. આરોપીઓનું માનવું હતું કે, તેઓ કિન્નરોનો વેશ ધારણ કરતા તો પોલીસ તેઓને રોકતી નહોતી. જેનો લાભ લઈને આરોપીઓ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત દમણથી દારૂનો જથ્થો લઈ આવ્યા હતાં. 

દારૂ લાવનાર અને લેનાર ઝડપાયા

આરોપી જેનીશ જગદીશભાઇ ભાવનગરી અને અકબર અહેસાન શેખ બન્ને આરોપીઓ કિન્નરનો વેશ ધારણ કરતા હતા. તેમની સાથે અભય તીર્થરાજ સીંગ જે ઓટોરીક્ષા ચાલક છે. તે ઉપરાંત દારૂ રીસીવ કરનાર આરોપી પ્રશાંત રાકેશભાઇ કહાર અને ગુંજન જીતુભાઇ કહાર છે. પોલીસે તમામ આરોપીઓ પાસેથી દારૂ અને ઓટોરીક્ષા મળી કુલ રૂપિયા 3.15.800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો