Video: ડીસામાં ગૌ માતાને સારવાર મળતી ન હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજનો વિરોધ
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં માલધારી સમાજ ગૌ માતાના મુદ્દે રસ્તા પર ઉતર્યો છે. લમ્પી રોગ
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં માલધારી સમાજ ગૌ માતાના મુદ્દે રસ્તા પર ઉતર્યો છે. લમ્પી રોગ સામે સારવાર ન મળતા સમાજે આરોગ્ય વિભાગ તથા સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.
લમ્પી સંક્રમિત ગૌ માતાને સારવાર મળતી નથી
બનાસકાંઠાના ડીસા શહેરમાં સિકુરામ સેવા સંગઠન દ્વારા મોટી રેલી યોજાઈ, જેમાં માલધારી સમાજે કહ્યું કે, લમ્પી સંક્રમિત ગૌ માતાને સારવાર મળતી નથી. આરોગ્ય ટીમો ગામડાં સુધી પહોચતી નથી અને જિલ્લા પશુપાલક અધિકારીનો એક પણ કેસ ન હોવાનો દાવો હકીકતથી વિરુદ્ધ છે.
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
સમાજે કહ્યું કે, AC ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને ગૌ માતાની હાલતનો ખ્યાલ જ નથી. માલધારી સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી કે જો ગૌ માતાને તાત્કાલિક મદદ ન મળે તો આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રોજના સો જેટલા કેસો નોંધાઈ રહ્યા છે, છતાં સરકારે આંખ મીંચી રાખી છે. સમાજે સરકાર પર હિન્દુઓના મુદ્દે મત માગવાનો અને પછી અવગણવાનો આક્ષેપ પણ કર્યો છે. હાલ આ આંદોલન માત્ર બનાસકાંઠા સુધી સીમિત છે, પરંતુ આવનારા સમયમાં તે આખા ગુજરાતમાં ફાટી નીકળે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.










