મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહિસાગર વિવાદમાં નવો વળાંક, MLA જિજ્ઞેશ મેવાણીના આરોપો પર કલેક્ટરના આકરા ચાબખા

આઈપીએસ રાજકુમાર પાંડિયન બાદ વધુ એક આઈએએસ અધિકારી અને મામલતદાર દલિત સમાજ વિશે તથા વકીલ

આઈપીએસ રાજકુમાર પાંડિયન બાદ વધુ એક આઈએએસ અધિકારી અને મામલતદાર દલિત સમાજ વિશે તથા વકીલ-પત્રકાર વિશે કરવામાં આવેલી અત્યંત વાંધાજનક ટિપ્પણી બાબતે ધારાસભ્યજિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરી આરોપો લગાવ્યા હતા. આ આરોપ બાબતે મહિસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ જવાબ આપીને જીજ્ઞેશ મેવાણી પર નિશાન સાધ્યુ હતું.

 ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મહીસાગર જીલ્લાના કલેક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા હતા

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મહીસાગર જીલ્લાના કલેક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિજયભાઈ પરમારને આપમાનિત કર્યાંનો આક્ષેપ કર્યો છે..22મી ઓક્ટોબરના રોજ કાર્યક્રમમાં ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

વિજય પરમારે ફોન કરતા તેમની પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યો

વિજય પરમારે ફોન કરતા તેમની પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યો હતો. કલેક્ટર નેહા કુમારીએ જણાવ્યું કે એટ્રોસિટીના 90 ટકા જેટલા કેસ ખોટા ઈરાદા સાથે કરવામાં આવે છે. મહીસાગર બાર એસોસિએશનને આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લીધી છે.

મહિસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ જવાબ આપીને જીજ્ઞેશ મેવાણી પર નિશાન સાધ્યુ

 ધારાસભ્ય જે વ્યક્તિને માસૂમ બતાવી રહ્યા છે પણ કદાચ તેમને ખબર નહિ હોય તે માસૂમ વ્યક્તિ સામે અનેક ગુના નોંધાયેલા છે.અરજદાર વિજય પરમાર અને તેમના સગા ભાઈ પંકજ પરમાર સામે દુષ્કર્મ, કીડનેપ તેમજ મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.

વારંવાર તેઓ દબાણ કરતા હતા અને અધિકારીઓ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા

23 તારીખે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિજય પરમાર પોલીસના કર્મચારી અને અધિકારીઓ વિરોધ ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કરતા હતા. નેહા કુમારીએ કહ્યું કે અમે તેમને શાંતિ પૂર્વક જણાવ્યું કે ફરિયાદ દાખલ કરવાની સત્તા અમારી પાસે નથી, તમે તેના માટે પોલીસ વડાને મળો છતાં તમને સંતોષ ન થાય તો નામદાર કોર્ટમાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો છતાં વારંવાર તેઓ દબાણ કરતા હતા અને અધિકારીઓ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા.

આ સમાચાર શેર કરો