મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ, મંદિર રંગબેરંગી લાઈટથી શણગારાયું

આજથી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે.રાજ્યભરમાંથી લાખો ભક્તો અ

આજથી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે.રાજ્યભરમાંથી લાખો ભક્તો અંબાજી પહોંચ્યા છે. તો બીજી તરફ પગપાળા આવતા લાખો ભક્તોને માર્ગમાં કોઈ તકલીફ ન પડે તે માટે ઠેર ઠેર વિસામાં કેન્દ્રો, મેડિકલ કેમ્પો, ગરમ પાણીની સુવિધા તથા સાફ સફાઈ પણ રાખવામાં આવી છે. 

અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું 

અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું છે.  આરતીમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. ભાદરવી પુનમના મેળા દરમિયાન મંદિર રાત્રે 12:00 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. 

મંદિરના ચાચર ચોકમાં પ્રસાદી માટેના અલગ અલગ કાઉન્ટરો તથા ભેટ દાન માટેના પણ અલગ અલગ કાઉન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે.

મંદિરમાં આરતી અને દર્શનનો સમય

આરતી સવારે 6.00 થી 6.30
દર્શન સવારે 6.30 થી 11.30
રાજભોગ બપોરે 12.00 કલાકે
દર્શન બપોરે  12.30થી 17.00
આરતી સાંજે  19.00 થી 19.30
દર્શન સાંજે 19.30થી 24.00

 અંબાજી  પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળ પર વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા પાન્છા ખોડીયાર બ્રહ્માણી માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામેની ખુલ્લી જગ્યામાં, જુની કોલેજ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં માંગલ્ય વનની પાછળની જગ્યામાં અંદાજીત 1200 બેડની સુવિધા વાળો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા

અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપીંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લન્ગપોલ, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો