મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતના ઉમિયાધામમાં આઠમનો અલૌકિક નજારો, વરસાદ વચ્ચે 25 હજારથી વધુ દિવડાથી કરાઈ મહાઆરતી

સુરતના વરાછાના ઉમિયાધામ મંદિર ખાતે દરવર્ષની જેમ આઠમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો

સુરતના વરાછાના ઉમિયાધામ મંદિર ખાતે દરવર્ષની જેમ આઠમની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સમયગાળામાં વરસાદ હોવા છતાં 25 હજાર ભક્તોએ દિવડા પ્રગટાવી મહાઆરતી કરી હતી. આ ઉપરાંત ઉમિયાધામ મંદિર ટ્રસ્ટે 25 હજાર ભક્તોને રક્ષાપોટલી બાંધી હતી, જ્યારે 500 કિલો શીરાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

આરતી સમયે વરસાદનું વિધ્ન

આરતી સમયે જ વરસાદ શરૂ થયો હતો. જોકે તો પણ વરસતા વરસાદમાં આરતી કરાઈ હતી. શુક્રવારે મોડીસાંજે 20 કિમીની ઝડપના પવન સાથે શહેરમાં સરેરાશ 11 મીમી વરસાદ થયો હતો. સતત બીજા દિવસે રાત્રે વરસાદ થતાં ખુલ્લા પ્લોટમાંનાં ગરબા છેક રાત્રે 11 વાગ્યે વરસાદ ધીમો થયા બાદ શરૂ થઈ શક્યાં હતાં. આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

પરંપરાગત ગરબા

ઉમિયા ધામ ખાતે નવરાત્રિ ઉત્સવ દરમિયાન બહેનો પરંપરાગત ગરબા રમે છે. માથે બેડા મૂકીને પણ ગરબા થતા હોવાથી આકર્ષણનું કેન્દ્ર બને છે. રાઉન્ડ સર્કલ બનાવીને ગરબા રમવામાં આવે છે.

આ સમાચાર શેર કરો