મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ક્વાંટના તુરખેડાના ફળિયામાં પાયાની સુવિધાનો અભાવ, ઈલેક્ટ્રિસિટીના અભાવે અંધારા ઉલેચતી પ્રજા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવાઈ રહ્યો છે. ખાસ ક

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવાઈ રહ્યો છે. ખાસ કરીને આ વિસ્તારમાં રોડ રસ્તાના અભાવ તો છે જ સાથો સાથ આ વિસ્તારમાં વીજ સુવિધાનો પણ અભાવ છે. નવાઈની વાત તો એ છે કે, જે અહીં MGVCL દ્વારા વીજ પોલ તો છેલ્લા છ વર્ષ થી ઊભા કરી દેવાયા છે.  પણ વીજ પુરવઠો અહીં સુધી પહોચાડવામાં આવ્યો નથી.  

 આ પણ વાંચોઃ સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

લોકો અંધારામાં જીવવા મજબૂર

ગુજરાત પેટર્ન યોજનાની કુટિર યોજના દ્વારા અહી સુધી વીજ પુરવઠો પહોંચાડવામાં આવી હોત તો અહીં વસતા લોકોને મફતમા વીજ  મીટર આદીવાસી સમાજના લોકોને મળ્યા હોત. પરંતુ, મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વીજલાઈન નાખવામાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવ્યો હતો. પરંતુ, વિજ પુરવઠો આ લાઈનમાં ન આવ્યો લોકો આજે અંધારામાં જીવી રહ્યા છે. વન્ય પ્રાણીઓનો ડર આ પરિવારોને છે, કારણ કે જંગલમાં મકાનો આવેલા છે. બુંદણી, ખૈડી બે ફળિયામાં આજે પણ વીજ લાઈન ઊભી છે. પરંતુ, આ પરિવાર અંધારામાં જીવી રહ્યા છે.

વિકાસની વરવી વાસ્તવિકતા

ગુજરાત સરકાર વિકાસના દાવાઓ કરે છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. પરંતુ, આ વરવી વાસ્તવિકતા છે કે, આ ગરીબ પરિવારોને આજે પણ વીજળી મળી નથી. ત્યારે નેતાઓ મોટી સભાઓમાં મોટા મોટા ભાષણો કરે છે. ત્યારે તેઓએ આવા વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. ત્યારે સાચી હકીકતો બહાર આવે તેમ છે. વરવી વાસ્તવિકતા બહાર આવી છે. અહીં વીજ પોલ ફક્ત શોભાના ગાંઠીયા સમાન દેખાઈ રહ્યા છે. આ અંતરિયાળ વિસ્તારોમાં ફક્ત લોકોના મત જ લેવામા નેતાઓ ગામડાઓમાં જાય છે. પરંતુ ચૂંટણી પતી ગયા બાદ લોકોની મૂશ્કેલી જોતાં જ નથી આદીવાસી સમાજના લોકોની સમસ્યાને દૂર કરવામાં જાણે નેતાઓ કાંઈ પડી ના હોય તેમ લાગી રહ્યું છે.

આ સમાચાર શેર કરો