Video: હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા પહેલા ટર્મ કન્ડિશન જાણો.. વીમા લોકપાલને મળતી ફરિયાદોમાં મોટા પાયે હેલ્થ ઇન્સ્યોરન્સને લગતી ફરિયાદ.

સોર્સ: gstv

ઇન્સ્યોરન્સ કંપનીઓની સામેની ફરિયાદો માટે ગ્રાહક સુરક્ષા જ એકમાત્ર વિકલ્પ નથી.ઇન્સ્યોરન્સ લેનાર વ્યક્તિ સીધી વીમા લોકપાલમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે .. ભીમા લોકપાલને દર વર્ષે મોટા પ્રમાણમાં ફરિયાદો મળે છે.. જેમાં સૌથી વધુ ફરિયાદ ઇન્સ્યોરન્સ અને એમાં પણ હેલ્થ ઇન્સ્યોરન્સ ને લઈને મળતી હોય છે 

વિમા લોકપાલને મળેલી કમ્પ્લેન ની વાત કરવામાં આવે તો. 

જાહેરાત

લાઇફ ઇન્શ્યોરન્સ ને લગતી 14% 

જનરલ ઈન્સ્યોરન્સ ને લગતી ત્રણ ટકા 

હેલ્થ ઇન્સ્યોરન્સ ને લગતી 83% 

ફરિયાદો મળે છે એટલે કે સૌથી વધુ ફરિયાદો હેલ્થ ઇન્સ્યોરન્સ ને લગતી જોવા મળે છે.

ભીમા ફરિયાદોમાં મેડીક્લેમ ને લગતી ફરિયાદો સૌથી વધુ નોંધાય છે જેમાં વર્ષ 200 25 26 ની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ ક્ષેત્રે ગ્રાહકોની ફરિયાદો અને તેના નિકાલના આંકડાઓ પર નજર કરીએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે કે કુલ ૪,૫૦૧ ફરિયાદોમાંથી ૩,૪૬૩ ફરિયાદો આશરે ૭૬.૯% નો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે ૧,૦૩૮ ફરિયાદો (આશરે ૨૩.૧%) હજુ પણ પડતર છે. કુલ ૪,૫૦૧ ફરિયાદોમાંથી મોટો હિસ્સો કેટલીક અગ્રણી વીમા કંપનીઓ પૂરતો સીમિત રહ્યો છે:

​Care Health Insurance Co. Ltd.: સૌથી વધુ ૯૮૪ ફરિયાદો સાથે મોખરે રહી છે. Star Health and Allied Ins. Co. Ltd.: ૬૭૯ ફરિયાદો સાથે બીજા ક્રમે છે.NIVA BUPA HEALTH Insurance Co. Ltd.: ૫૬૧ ફરિયાદો સાથે ત્રીજા સ્થાને છેઆ ત્રણેય કંપનીઓની સંયુક્ત ફરિયાદોનો આંકડો ૨,૨૨૪ થાય છે, જે કુલ ફરિયાદોના લગભગ ૪૯.૪% જેટલો થાય છે.

૩. અન્ય અગ્રણી કંપનીઓની સ્થિતિ

વીમા કંપનીનું નામ...કુલ ફરિયાદો..કુલ નિકાલ...બાકી 

National Insurance Co. Ltd...319..219..100

Aditya બિરલા..364..290..74

HDFC ERGO ગેનેરલ..262.202..60

The Oriental Insurance..202..13.68

ICICI LOMBARD GENERAL.195..156..39

The New India Assurance Co..191..142 49

 વિમાને લઈને ફરિયાદ કઈ રીતે કરી શકાય.

 વીમા લોકપાલ માં આવતી ફરિયાદોમાં મોટાભાગે 30 થી 40% વીમાધારકો એવા હોય છે કે જેવો વીમો લેતી વખતે તેની શરતો વાંચતા હોતા નથી અને જ્યારે વીમો મૂકવામાં આવે છે ત્યારે તેઓને વીમા કંપનીઓની કન્ડિશન ખ્યાલ આવે છે આથી વીમા લેતી વખતે તેની કન્ડિશન ખાસ ધ્યાનમાં લેવી જોઈએ આ સાથે જો તેમાં કોઈ ભૂલ જણાય તો વીમાધારક વીમા લીધાના 30 દિવસની અંદર તે પરત કરી શકે છે. ગુજરાતની વીમા લોકપાલ ની ઓફિસ અમદાવાદ ખાતે કાર્યરત છે.. ફરિયાદ ત્રણ રીતે કરી શકાય છે ઇમેલ દ્વારા ઓનલાઈન અને રૂબરૂ જઈને  ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કર્યા બાદ ધક્કા ખાવાની જરૂર નથી કારણ કે  તેનું હિયરિંગ  ઓનલાઇન કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત