મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : 'ઈરાન શાંતિ અને ન્યાય ઈચ્છે છે, યુદ્ધ નહીં' : ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહી

ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહી એ હાલની વૈશ્વિક પરિ

ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહી એ હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને મધ્યપૂર્વના તણાવ પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઈરાન આ ક્ષેત્રમાં કોઈ નવો સંઘર્ષ કે કટોકટી ઈચ્છતું નથી.

વાટાઘાટો અંગે ગંભીરતાનો અભાવ

ડો. ઈલાહીએ અમેરિકા અને ઈઝરાયેલ પર નિશાન સાધતા કહ્યું કે, આ દેશો શાંતિ વાટાઘાટોને લઈને ગંભીર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યુદ્ધની શરૂઆત ઈરાને કરી નથી. ઈરાન માને છે કે યુદ્ધ એ કોઈ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ તેનાથી માત્ર વિનાશ અને મોંઘવારી જ આવે છે.

વૈશ્વિક અર્થતંત્ર પર અસર

ડો. ઈલાહીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો.  ઈરાનનો પક્ષ રજૂ કરતા તેમણે કહ્યું કે, "અમે શાંતિ, ન્યાય અને માનવતાના પક્ષધર છીએ." તેમણે વિશ્વના તમામ નેતાઓને એકજૂથ થવા અને આ યુદ્ધને રોકવા માટે અવાજ ઉઠાવવા વિનંતી કરી છે. 

આ સમાચાર શેર કરો