મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઇન્દિરા ગાંધીની પૂણ્યતિથિ: રાહુલ-સોનિયા ગાંધીએ શક્તિસ્થળ પર જઇને આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પૂણ્યતિથિ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પૂણ્યતિથિ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભાના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને દિલ્હી સ્થિત શક્તિ સ્થળ પર જઇને શ્રદ્ધાંજલિ આપી હતી.31 ઓક્ટોબર 1984માં પોતાના જ અંગરક્ષકો દ્વારા ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

ઇન્દિરા ગાંધીની પૃણ્યતિથિ પર કોંગ્રેસ પાર્ટીએ તેમણે શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી છે. ઇન્દિરા ગાંધીની તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું, "મારા લોહીનું એક એક ટીપુ દેશને મજબૂત કરશે."

'આયરન લેડી ઓફ ઇન્ડિયા' સાથે જોડાયેલી મહત્ત્વની વાતો

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના દીકરી ઇન્દિરા ગાંધીનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં 19 નવેમ્બર 1917માં થયો હતો. ઇન્દિરા ગાંધીએ શાંતિનિકેતનમાંથી પોતાનું શિક્ષણ મેળવ્યું. તે બાદ ઇંગ્લેન્ડની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો.

વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ 1971માં ભારત-પાક યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તે 'Iron Lady Of India'ના નામથી જાણીતા બન્યા. ઇન્દિરા ગાંધીની લીડરશિપમાં ભારત વર્ષ 1974માં પરમાણુ શક્તિ સંપન્ન દેશની શ્રેણીમાં આવ્યું. બેન્કોના રાષ્ટ્રીયકરણમાં પણ તેમને મહત્ત્વની ભૂમિકા ભજવી.

જોકે, પોતાના શાસનકાળ દરમિયાન દેશમાં ઇમરજન્સી પણ લગાવી. આ તેમના જીવનનો સૌથી મોટો રાજકીય નિર્ણય રહ્યો હતો.

આ સમાચાર શેર કરો