મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતનો એકમાત્ર જ્વાળામુખી સક્રિય થયો, લાવા અને ધૂમાડાનો જુઓ VIDEO

ભારતનો એકમાત્ર જ્વાળામુખી બૈરન આઇલેન્ડ ફરી એક વખત સક્રિય થયો છે. અંડમાન નિકોબાર ટાપુ પર આવેલા બૈરન દ્વીપ પર આઠ દિવ

ભારતનો એકમાત્ર  જ્વાળામુખી બૈરન આઇલેન્ડ ફરી એક વખત સક્રિય થયો છે. અંડમાન નિકોબાર ટાપુ પર આવેલા બૈરન દ્વીપ પર આઠ દિવસની અંદર આ જ્વાળામુખીમાં બે વખત વિસ્ફોટ થયો છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે 13 અને 20 સપ્ટેમ્બરે જ્વાળામુખી અચાનક ફાટ્યો હતો. જોકે, આ વિસ્ફોટ સામાન્ય હતો. જ્વાળામુખીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેની અંદર લાવા જોવા મળી રહ્યો છે.

ભારતીય નૌસેનાના અધિકારીઓએ જ્વાળામુખી ફાટતો હોય તેવો એક વીડિયો શેર કર્યો હતો જેમાં જ્વાળામુખીમાંથી લાવા અને ધૂમાડો નીકળતો જોવા મળતો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે બૈરન આઇલેન્ડ ભારત જ નહીં પણ દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આ જ્વાળામુખી અંડમાન અને નિકોબાર ટાપુના પૂર્વ ભાગમાં આવેલો છે. પોર્ટ બ્લેરથી દરિયાઇ માર્ગથી લગભગ તે 140 કિલોમીટર દૂર છે. બૈરન ટાપુનું કૂલ ક્ષેત્રફળ 8.34 વર્ગ કિલોમીટર છે. આ ટાપુને નિર્જન જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો