મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતના આ શહેરનું મંડળ ખુમારી ભર્યા તલવાર રાસ રમી આદ્યશક્તિની કરે છે આરાધના

રાજ્યમાં નવરાત્રિને પૂર્ણને ફક્ત ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે બીજી

રાજ્યમાં નવરાત્રિને પૂર્ણને ફક્ત ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે બીજી તરફ ખૈલયાઓ મન મૂકીને ગરબા કરી રહ્યા છે.  કેટલાક શહેરોમાં આયોજકોએ સવાર સુધી ખૈલયાઓ ગરબા રમી શકે તેવું આયોજન કર્યું છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ પરંપરાગત અને પ્રાચીન ગરબાઓ પણ મંડળ દ્વારા રમવામાં આવે છે.

70 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ રાસ અને ગરબી રમાય છે

રાજ્યના  સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં આવેલ ખોડીયાર બાળ મંડળ દ્વારા છેલ્લા 70 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ રાસ અને ગરબીઓ રમવામાં આવે છે.

ખુમારી ભર્યા તલવાર રાસ કરે છે રજૂ 

મહિલા મંડળ ખુમારી ભર્યા અને મા જગદંબાના સાક્ષાત રૂપ સમાન ગણાતી દેવી શક્તિઓ તલવાર રાસ રજૂ કરે છે મહિલાઓ  પરંપરાગત વસ્ત્રો અને સાફામાં સજ્જ થઈને માતાની આરાધના કરે છે. .ખોડીયાર બાળ મંડળ દ્વારા માત્ર રાસ ગરબા જ નહીં પરંતુ માતાજીની પૂરા કદની મૂર્તિ પણ બનાવવામાં આવે છે.ત્યારે અહીંયા માં મહાકાળી માતાનો સાક્ષાત રૂપની સુંદર પ્રતિમા બનાવી લોકોના આકર્ષણનું કેન્દ્ર છે..

આ સમાચાર શેર કરો