VIDEO: એસજી હાઇવે પર ગેરકાયદે હુક્કાબાર સામે કાર્યવાહી, બે સંચાલકો વિરૂદ્ધ ગુનો દાખલ
અમદાવાદના એસજી હાઇવે પર સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ગેરકાયદે હુક્કાબાર સામે કાર્ય

અમદાવાદના એસજી હાઇવે પર સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ગેરકાયદે હુક્કાબાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. મકરબા પશ્ચિમ ગેટ સામે આવેલા ‘ધ મુનબીન કાફે’માં સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલી રહેલા હુક્કાબારનો પર્દાફાશ કર્યો હતો.
બે શખ્સો સામે ગુનો દાખલ
પોલીસની તપાસ દરમિયાન કાફેમાંથી નિકોટીન યુક્ત ફ્લેવર સહિત હુક્કા સંબંધિત કુલ રૂ. 12,740ની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં હર્બલ ફ્લેવરની આડમાં નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસે કાફે સંચાલકો હર્ષ ત્રિપાઠી અને જૈનમ દોશી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરખેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને કાફેમાં હુક્કાબારનું સંચાલન કેવી રીતે કરવામાં આવતું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.






