Video:સુરતમાં ATM તોડીને ચોરીનો પ્રયાસ, CCTVના આધારે આ રીતે દબોચાયા આરોપી
સુરતના ઉધના વિસ્તારમાં ATMમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે બે ઈસમોએ

સુરતના ઉધના વિસ્તારમાં ATMમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે બે ઈસમોએ ATM તોડી નાખ્યું હતું. બાદમાં તેમાંથી રૂપિયા ન નીકળતા બંન્ને ચોર ભાગી છૂટ્યા હતાં. બેંક દ્વારા પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંન્નેને સીસીટીવીના આધારે ભેસ્તાન આવાસમાંથી ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.
એટીએમના પતરા તોડી નાખ્યા
ડીસીપી ગઢવીએ કહ્યું કે, બેંકનું એટીએમ રાતના સમયે તોડ્યું હતું. બાદમાં તેમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે તાત્કાલિક એટીએમ ચોરીની બેંકમાં જાણ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે બેંકને જાણ થતાં બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી. તૂટેલી હાલતમાં એટીએમ મળ્યું હતું. બે ઈસમ ત્યાંથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું.
મુદ્દામાલ સાથે આરોપી દબોચાયા
એક શોએબ કાદર શેખ અને હુસેન મોમીન સીસીટીવીમાં ઝડપાયા હતાં. જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ તે બન્નેને ઝડપી લીધા છે. સ્ક્રૂ ડ્રાઈવર, બાઈક સહિત 40 હજાર રોકડા ઝડપી લીધા હતાં. આ કેસમાં ઝડપાયેલો શોએબ અગાઉ લિંબાયતમાં ચોરીના ગુનામાં પણ ઝડપાઈ ગયો હતો. હાલ બન્ને આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








