VIDEO: માંગરોળમાં ભારે વરસાદથી નોળી નદીમાં ઘોડાપૂર
જુનાગઢમાં મેઘાએ મહેર મૂકી છે એવામાં આજે સવારથી જ માંગરોળમાં ભારે વરસાદ શરુ થયો છે. જેના કારણે નદીઓ બ
જુનાગઢમાં મેઘાએ મહેર મૂકી છે એવામાં આજે સવારથી જ માંગરોળમાં ભારે વરસાદ શરુ થયો છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.
નોળી નદીનાં ઘોડાપૂર
માંગરોળમાં ભારે વરસાદને કારણે નોળી નદીમાં ઘોડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાં પૂર આવતા સોરીયાજ બારા ગામે નદીનું બહારૂ તૂટી ગયું છે જેને કારણે નદી દરિયાને મળી જાય છે. આ નદી અને દરિયાના મિલનનો અનેરો નજારો ઉદ્દભવ થાય છે. લોકો આ નજારાની મોજ માણતા જોવા મળ્યા.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી
ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.




