મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: ભાજપના ધારાસભ્યના પોલીસ સ્ટેશન સામે ધરણાં, કર્યા આ સણસણતા આક્ષેપો

જુનાગઢ જિલ્લાના માણાવદરના ધારાસભ્યએ બાંટવા પોલીસ પર સણસણતા આક્ષેપ

જુનાગઢ જિલ્લાના માણાવદરના ધારાસભ્યએ બાંટવા પોલીસ પર સણસણતા આક્ષેપો કરીને પોલીસ સ્ટેશન સામે જ સ્થાનિકો સાથે ધરણાં પર બેસી ગયા છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસની રહેમ નજર હેઠળ નગરમાં હરતી ફરતી જુગારની ક્લબો ચાલી રહી છે. 

બાંટવા અને માણાવદર તાલુકામાં ચાલે છે હરતી ફરતી જુગારની કલબ 

પ્રાપ્ત માહિતી મુજબ માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી સ્થાનિકો સાથે બાંટવા પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેસી ગયા છે. તેઓએ પોલીસ સામે આક્ષેપ કર્યો છે કે નગરમાં જુગારની ક્લબો ચાલે છે, તેના હપ્તા લેવામાં આવે છે. એક દિવસનું 80 હજાર કલબનું સેક્શન છે. બાંટવા અને માણાવદર તાલુકાના ગામડામાં હરતી ફરતી કલબ ચાલે છે, છતાં પોલીસની રહેમ નજર આવા અસામાજિક તત્વો પર છે. પોલીસ કાર્યવાહી પણ કરતી નથી. સામાન્ય નાગરિક પર કેસ કરવામાં વ્યસ્ત પોલીસ આ કલબ ચલાવનારને કેમ નથી પકડતી? તેવો સવાલ ધારાસભ્ય સહિત સ્થાનિકો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો