મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Delhiમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી જ અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. તો દિલ્હી એનસીઆરમાં આજે ભારે વરસાદનુ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. 

દિલ્હીમાં મુશળाધાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી અને ટ્રાફિક જામની સમસ્યા થઈ છે. દક્ષિણ દિલ્હીના કાલકાજી વિસ્તારમાંથી  ભારે વરસાદ દરમિયાન એક મોટું ઝાડ અચાનક રસ્તા પર પડી ગયું, જેમાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક બાઇક સવાર તેમાં ફસાઈ ગયો. અકસ્માતમાં, એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે જ સમયે, ત્યાંથી પસાર થઈ રહેલી એક કાર પણ ઝાડની ચપેટમાં આવી ગઈ હતી અને તેને નુકસાન થયું હતું. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

દિલ્હીમાં આજે સવારથી વરસી રહેલા વરસાદે દિલ્હીની ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી દીધી છે. ભારે વરસાદને કારણે દિલ્હી, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. દિલ્હીમાં, પ્રતાપગંજના સુબ્રતો પાર્ક વિસ્તારમાં આઉટર રિંગ રોડ પર બીડી માર્ગ પર ફૂટપાથ ઉપર પાણી ભરાઈ ગયા. ગુરુગ્રામના સાયબર સિટી જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા.

 દિલ્હી, ગુરુગ્રામ, નોઈડાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. દિલ્હીની એપીએસ કોલોનીમાં રસ્તાએ સ્વિમિંગ પુલનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાણી ભરાઈ જવાને કારણે ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું. જેના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો