મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉપલેટાના લાઠ ગામને મેઘરાજાએ ઘમરોળ્યું, ધોધમાર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત પડેલા વરસાદથી ચારે તરફ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત પડેલા વરસાદથી ચારે તરફ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ઉપલેટાના જીવા દોરી સમાન મોજ ડેમની સપાટીમાં વધારો થયા બાદ મોજ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને દરવાજા ખોલ્યા બાદ નદી કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અત્યારે ધોધમાર વરસાદને લઈને ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં ઘરવખરી બરબાદ થઈ ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે. 

લાઠ ગામમાં આવવા જવા માટેનો કોઝવે પાણીમાં ગરકાવ 

ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળી છે જેમાં લાઠ ગામમાં આવવા જવા માટેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લાઠ ગામના લોકોનો આવન જાવન માટેનો રસ્તો બંધ થઈ જતા લાઠ ગામ સંપર્ક વિહોણો બન્યો હોવાનું સામે આવ્યું છે.  આ ગામની અંદર વહેલી સવારથી જ અવિરત પડેલા વરસાદને લઈને 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યા 

લાઠ ગામ વિસ્તારની અંદર કમર સુધીના પાણી ભરાયા હતા જેને લઈને સમસ્ત ગામની અંદર તરબતર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને આસપાસના ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા અહીંયા ગામને આવા જવા માટેનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ જતા ગ્રામજનોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો.

શાળાના બિલ્ડિંગમાં પાણી ઘૂસ્યા

ઉપલેટામાં વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈને ઉપલેટા શહેરમાં આવેલી અને ઉપલેટા નગરપાલિકા સંચાલિત ટી.જે. કન્યા વિદ્યાલયના ક્લાસરૂમ, સ્ટાફ રૂમ તેમજ કોમ્પ્યુટર લેબમાં વરસાદી પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે. ધોધમાર વરસાદથી શાળાના બિલ્ડિંગમાં પાણી ઘુસી જવાને લઈને વિદ્યાર્થીઓના પુસ્તકો અને તેમના બેગ પલળી ચૂક્યા હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે.

ધોધમાર વરસાદ પડવાને લઈને ઉપલેટા તાલુકાના ભાદરકાંઠાના સમઢીયાળા, કુંઢેચ, મજેઠી, લાઠ, ભીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ ઘણા ખરા વિસ્તારોની અંદર ઘૂંટણ સમા વરસાદી પાણી નદીઓની જેમ વહેતા થયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ઉપલેટા તાલુકાના શહેરની અંદર પડેલા ધોધમાર વરસાદથી સમગ્ર ઉપલેટા પંથક તરબતોર થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. 

હાલ લોકો મેઘરાજાને ખમૈયા કરો એવી પ્રાર્થના કરવા લાગ્યા

ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા જેમાં ક્યાંક ઘરોમાં પાણી ઘુસ્યા હતા તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોના કોઝવે પાણીમાં ગડકાવ થયા હતા અને ખેતરો બેટમાં ફેરવાયા હોવાનું સામે આવ્યું છે. આ ધોધમાર વરસાદથી ઉપલેટા પંથકમાં તરબતર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂકી હોવાનું પણ સામે આવ્યો છે જો કે હાલ સૌ કોઈ લોકો વરસાદ ખમૈયા કરે તે માટેની વિનંતીઓ કરતા પણ જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો