મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા

રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં

રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અંબાજીના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. પોલીસ સ્ટેશનની આગળનો હાઇવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો હતો. તો ઘણી દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારો પણ હાલાકીમાં મુકાયા હતા અને માલસામાનને નુકસાન થયું હતું. 

યાત્રાધામ અંબાજીમાં આજે મેઘરાજાએ બઘટાડી બોલાવી હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે.

પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

અંબાજીના  માર્ગો સહિતના અન્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે. તો સાથેસાથે અંબાજીના હાઇવે માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, બનાસકાંઠા, સુરત, ડાંગ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, જામનગર, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદનાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારમાં 40 કિમી પ્રતિકલાક કરતા વધારે ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.   

છેલ્લા 24 કલાકમાં 126 તાલુકમાં મેઘમહેર 

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કુલ 126 તાલુકમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વીસાવદરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો