મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ગુજરાતી વિદ્યાર્થીઓની કમાલ, સ્ટીયરીંગ કે ટાયર વગરની 65 હજારના ખર્ચે બનાવી ઈલેક્ટ્રિક કેપ્સુલ કાર

ગુજરાતી વિદ્યાર્થીઓ ટેક્નોલોજીમાં કાંઠુ કાઢી રહ્યાં છે. ત્યારે સુરતના 3 વિદ્ય

ગુજરાતી વિદ્યાર્થીઓ ટેક્નોલોજીમાં કાંઠુ કાઢી રહ્યાં છે. ત્યારે સુરતના 3 વિદ્યાર્થીઓએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખી કાર બનાવી છે. સ્ટીયરીંગ કે ટાયર વગરની માત્ર 65 હજારના ખર્ચે ઈલેક્ટ્રિક કેપ્સુલ કાર બનાવી છે. જે રસ્તા પર દોડે ત્યારે સૌ કોઈ તેને જોતા રહી જાય છે. શિવમ મૌર્ય, સંગમ મિશ્રા અને દિલજિત દ્વારા સુરતમાં ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સૂલ કાર બનાવવામાં આવી છે.

35ની ઝડપે દોડે છે કાર

વિદ્યાર્થીઓની આ કાર સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર ચાલે છે અને 35 કિમીની સ્પીડે દોડે છે. 65 હજારના ખર્ચે વિદ્યાર્થીઓએ આ કાર તૈયાર કરી છે.વિદ્યાર્થીઓએ માત્ર સાડાત્રણ મહિનામાં એક એવી કાર બનાવી દીધી છે.પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે. આ કારની ડિઝાઇન એને ખાસ બનાવે છે.આ કાર જોયસ્ટિક અને મોબાઈલથી ચાલે છે. આવનારા દિવસોમાં આ AIથી ઓપરેટ પણ થઈ શકશે.

પર્યાવરણને ધ્યાને લઈને કાર બનાવી

શિવમ મૌર્યએ કહ્યું કે,અમે એક પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વિચારી રહ્યા હતા. જે પહેલાં કોઈએ ક્યારેય બનાવ્યો નથી. કારની ડિઝાઇન એકથી દોઢ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ કાર રસ્તા પર કેવી રીતે ચાલશે તે પ્રેક્ટિકલ કર્યું. કારની ડિઝાઇન સંપૂર્ણપણે ફ્યુચરસ્ટિક દેખાશે. ડિઝાઇનમાં ટાયર ક્યાંય પણ દેખાશે નહીં. હાલ જોવા મળે છે કે, પ્રદૂષણ વધી રહ્યું છે, લોકો પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક વાહનો તરફ રસ લઈ રહ્યા છે, જેથી અમે આ વાહનને ઈલેક્ટ્રિક આધારિત બનાવ્યું છે.

આ સમાચાર શેર કરો