મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'લોકોને ફાયદો થાય તે માટે સ્માર્ટ મીટર લગાડાયા પણ..', ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના MDનું નિવેદન

રાજ્યમાં અનેક જગ્યાએ સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાની બુમરાણ વચ્ચે રાજ્ય

રાજ્યમાં અનેક જગ્યાએ સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાની બુમરાણ વચ્ચે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર લગાડવા પર હાલ પુરતી રોક લગાવી દીધી છે. વડોદરામાં પણ સ્માર્ટ મીટરનું 9 લાખ જેટલુ બિલ આવતા વિવાદ થયો છે. આ વચ્ચે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના MD જયપ્રકાશ શિવહરેએ સ્માર્ટ મીટરને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સ્માર્ટ મીટરમાં કોઇ વિસંગતતા નથી

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના MD જયપ્રકાશ શિવહરેએ કહ્યું, "સ્માર્ટ મીટર જ્યારે લગાવવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા GEB કોલોનીમાં લગાડીને ટેસ્ટિંગ કર્યું હતું જે સોસાયટીમાં લગાડવાના હતા તે લોકોને માહિતી આપીને લગાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટરમાં કોઇ ખામી નથી અને 100 ટકા ખાતરી કરીને જ આગળ વધ્યા છીએ. રાજ્યમાં 50 હજાર મીટર લગાડવામાં આવ્યા કોઇ વાંધો નહતો. કેટલાક લોકોની ગેરસમજ થઇ હોય માટે આ રીતના મેસેજ વાયરલ કર્યા છે. અમે આ કેસમાં તપાસ કરાવી પણ તેમાં કોઇ વિસંગતતા જોવા મળી નથી."

આ સમાચાર શેર કરો