GSTV ગ્રાઉન્ડ રિપોર્ટ: નસવાડીના ડુંગર વિસ્તારમાં વર્ષોથી પાકા રસ્તાના નામે 'પથરા'! રોડ પર સમ ખાવા પુરતો ડામરનો 'ડ' પણ નહીં
નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો રસ્તાના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યાં છે.
નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો રસ્તાના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી હતી. જોળીમાં નાખીને બીમાર દર્દીને બે કિલો મીટર દૂરથી લાવવા પડે છે. સરકારી ચોપડે પાકો રસ્તો બોલે છે. પરંતુ અનેક સ્થળો ઉપર ડામર રસ્તાના નામો નિશાન નથી. જયારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ 10 વર્ષ પહેલા રોડ બનાવીને ગયા બાદ પાછા ક્યારેય ડોકાયાં નથી.
ડામર રોડના મેટલ છૂટા પડી ગયા
નસવાડી તાલુકાના સાંકળ ગામેથી માથા જુલધાની ગામે જવાનો 2 કિલો મીટરનો માર્ગ 10 વર્ષ પેહલા પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવ્યો હતો. જે રોડમાં હાલ મેટલો ઉખડી ગયા છે. આખો રસ્તો તૂટી ગયો છે. ઢાળ વાળો રસ્તો હોવાથી ભારે વાહન અને એમ્બ્યુલન્સ પણ જઈ શકતા નથી. જયારે રોડના મેટલ ઉખડી જતા લોકોને પગપાળા ચાલીને ગામમાં જવું પડે છે. માથા જુલધાની ગામ પાસે લો લેવલનો કોઝવે છે. ચોમાસામાં કોતરમાં પાણી આવી જાય તો બે બે દિવસ સુધી ગામ સંપર્ક વિહોણો બની જાય છે. જયારે ગ્રામજનોના જણાવ્યા મુજબ 108 એમ્બ્યુલન્સ ન આવતી હોવાથી ગામમાં કોઈ બીમાર પડે તો તેને જોળીમાં નાખીને બે કિલો મીટર પગપાળા ચાલવું પડે છે.
વર્ષોથી સમસ્યા
પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ અધિકારી ધ્યાન ના આપતા અને આજ દિન સુધી જિલ્લા અને તાલુકાના કોઈ પણ અધિકારીઓ ગામ સુધી આવ્યા જ નથી. ગ્રામજનો વર્ષોથી દુઃખ ભોગવવતા હોવાથી તેઓની આ સમસ્યા ઉજાગર કરવા જી.એસ.ટીવીની ટીમ આદિવાસી વિસ્તારના ગામોમાં ટેક્ટરના સહારે પોહચી હતી અને ગ્રામજનો ભેગા થઇ રોડમાંથી ઉખેડી ગયેલા મેટલ હાથમાં લઇ તંત્રના અધિકારીઓ અને નેતાઓને દેખાડયા હતા. આ રોડને રિપેર કરવા અથવા રસ્તો નવો બનાવવા માંગ કરી હતી.








