VIDEO: વાપીના મુખ્ય માર્ગ પર ખાડામાં પટકતા યુવતીનું મોત, પરિવારે કલેક્ટરને આવેદન આપ્યું
વલસાડ જિલ્લાના વાપી- સેલવાસ મુખ્ય માર્ગ પર રસ્તાઓની ખરાબ હાલતને કારણે શુક્રવારે મોટો અકસ્માત સર્જા
વલસાડ જિલ્લાના વાપી- સેલવાસ મુખ્ય માર્ગ પર રસ્તાઓની ખરાબ હાલતને કારણે શુક્રવારે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં વાપી ફેલોશિપ સ્કૂલ પાસે દિલીપ નગરમાં રહેતી 19 વર્ષીય મનીષા ભાનુશાલીનું ટ્રકની અડફેટે આવી જતાં મોત થયું હતું.
ટ્રકની અડફેટે આવી જતા મોત
મોપેડ રસ્તા પર પડેલા ખાડામાં પડતાં મનીષાબેને મોપેડ પરથી સંતુલન ગુમાવ્યું હતું અને ટ્રકની અડફેટે આવી જતા મનીષાબેનના માથા ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટના સ્થળે જ મનીષાબેનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
વલસાડ જિલ્લામાં પડેલા ખાડાઓ દૂર કરવા માંગ કરી
ઘટનાને લઈને મનીષા ભાનુશાલીના પરિવારના સભ્યો અને સમાજના અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટર અને DSPને આવેદન પત્ર પાઠવી વલસાડ જિલ્લામાં પડેલા ખાડાઓ દૂર કરવા માંગ કરી છે.






