VIDEO: વાવ વિધાનસભાની ચૂંટણી વચ્ચે ગેનીબેન અચાનક પહોંચ્યા કમલમ, જુઓ પછી શું થયું
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. આ પહેલા કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો મતદારોને રિઝવવા માટ
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. આ પહેલા કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે મહેનત કરી રહ્યાં છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અચાનક જ ભાભરમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપના કાર્યાલય કમલમ પહોંચી ગયા હતા. કોંગ્રેસના નેતાઓને જોઇને ભાજપના નેતાઓ પણ ચોંકી ગયા હતા.
કોંગ્રેસે ભાજપ કાર્યાલયે જઇને ગુલાબ આપ્યું
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અચાનક જ વાવમાં ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા અને ભાજપના નેતા-કાર્યકરોને ગુલાબ આપીને ભાજપના નેતાઓને ગળે મળ્યા હતા.
રાજકારણમાં કોઇ હંમેશા માટે મિત્ર કે દુશ્મન નથી હોતું. એક સમયના કોંગ્રેસના નેતા અને આજે ભાજપના નેતા સીજે ચાવડાએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને જોતા જ તેમને ગળે લગાવી લીધા હતા.
આ પણ વાંચો: માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ચૌધરી સમાજ લાલઘૂમ, વાવમાં આરપારની લડાઇના મૂડમાં
મહત્ત્વપૂર્ણ છે કે વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણીમાં મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે.






