મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ બ્રિજ બે વર્ષથી ખખડધજ હાલતમાં હતો છતાં તંત્રએ ધ્યાન ના આપ્યું, વિકાસનું મોડલ કકડભૂસ થયું 

પાદરા નજીક બનેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા ચાર લોકોના મોત થયા છે. બે વર્ષ પહેલ

પાદરા નજીક બનેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા ચાર લોકોના મોત થયા છે. બે વર્ષ પહેલા જ સોશિયલ મીડિયા યૂઝર્સ સ્નેહલ પટેલે આ બ્રિજ ખખડધજ હાલતમાં હોવાનું જણાવ્યું હતું અને સરકારને જલદી આ બ્રિજનું કામ કરાવવા માટે કહ્યું હતું. જોકે, સરકારે તેમ છતા પણ ધ્યાન ના આપતા આ મોટી દૂર્ઘટના સર્જાઇ છે. સરકાર આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે તેવી સ્થિતિ સર્જાઇ છે. આવી જ સ્થિતિ મોરબી પુલ દુર્ઘટનામાં બની હતી.

બે વર્ષથી બ્રિજ ખંડેર હાલતમાં હતો છતા ધ્યાન ના અપાયું

સ્નેહલ પટેલ નામના X યૂઝર્સે બે વર્ષ પહેલા જ ગંભીરા બ્રિજની ખખડધજ હાલતનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યુ હતું કે, મીડિયા માટે જલદી બ્રેકિંગ ન્યૂઝ આવશે જેવા મોરબીના આવ્યા હતા કવરેજ માટે તૈયાર રહેજો. 

હવે આ ઘટના બે વર્ષ પછી ગંભીરા બ્રિજ તૂટી પડતા આ સમાચાર સાચા પડ્યા છે. તંત્રને અનેક વખત આ બ્રિજની ખખડધજ હાલતને લઇને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કોઇએ ધ્યાન આપ્યું નહતું અને આ મોટી દૂર્ઘટના સર્જાઇ હતી.

પોતાના માનીતા કોન્ટ્રાક્ટરનો ટેન્ડર વગર જ કામ આપતા તંત્રના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. જો સમયસર તંત્રએ આ બ્રિજના કામ પર ધ્યાન આપ્યું હોત તો આ મોટી દુર્ઘટના ના સર્જાઇ હોત. સરકારે સમયસર રાજ્યમાં રહેલા આવા અનેક બ્રિજને રિપેર કરાવીને સમારકામ કરાવવાની જરૂર છે જેથી આવી મોટી દૂર્ઘટનાને બનતા અટકાવી શકાય.

આ સમાચાર શેર કરો