મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkotના ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતા લાગી ભીષણ આગ, બાળક સહિત 3 લોકો જીવતા ભુંજાયા

Accident in Rajkot: રાજકોટના ગોંડલ-આટકોટ હાઈવે પર શુક્રવારે (30મી જાન્યુઆ

તસવીર: gstv

Accident in Rajkot: રાજકોટના ગોંડલ-આટકોટ હાઈવે પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક કાળજું ધ્રુજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પૂરઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.  પૂરઝડપે જઈ રહેલી  હ્યુન્ડાઈ ઓરા (Hyundai Aura) કાર પુલ નીચે ખાબકતા તેમાં સવાર ત્રણ મુસાફરો માટે તે 'ચલિત ચિતા' બની ગઈ હતી.

ઘટનાની વિગત: ૮ ફૂટ ઊંચા પુલ પરથી ખાબકી કાર

મળતી પ્રાથમિક માહિતી મુજબ, હ્યુન્ડાઈ ઓરા કાર ગોંડલ-આટકોટ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર અંદાજે 8 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડવાની સાથે જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ફ્યુઅલ લીકેજને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

જીવતા ભુંજાયા: બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો

આ અકસ્માત એટલો ઝડપી અને ભયાનક હતો કે કારમાં સવારએક માસૂમ બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાની તક સુદ્ધાં મળી નહોતી. કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અંદર ફસાયેલા લોકોની ચીસાચીસ ધુમ્મસ અને આગની લપેટમાં દબાઈ ગઈ હતી. જ્યારે ફાયર ફાઈટર અને 112 ની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, ત્યારે કારમાંથી માત્ર માનવ હાડપિંજર જ અવશેષ રૂપે મળ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોની ઓળખ કરવી અશક્ય બની હતી. ગોંડલ પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કર્યું છે. કારના રજિસ્ટ્રેશન નંબર અને એન્જિન નંબરના આધારે કારના માલિકની શોધખોળ અને મૃતકો કોણ હતા તેની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો