મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ અમિત ખૂંટ આપઘાત કેસનો મુખ્ય આરોપી 8 મહિને ઝડપાયો, 5 રાજ્યોમાં છુપાતો ફરતો હતો 

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપી રહીમ મકરાણીને ઝડ

Rajkot/ અમિત ખૂંટ આપઘાત કેસનો મુખ્ય આરોપી 8 મહિને ઝડપાયો, 5 રાજ્યોમાં છુપાતો ફરતો હતો 

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપી રહીમ મકરાણીને ઝડપી પાડવામાં રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસની ટીમે બાતમીના આધારે રહીમ મકરાણીની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં ધરપકડનો કુલ આંકડો હવે 9 પર પહોંચ્યો છે.

8 મહિના સુધી 5 થી વધુ રાજ્યોમાં આશ્રય લીધો

આરોપી રહીમ મકરાણી પોલીસની ધરપકડથી બચવા માટે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો. 8 મહિનાના ફરાર ગાળા દરમિયાન તેણે ભારતભરમાં રઝળપાટ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રહીમે પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં અલગ-અલગ જગ્યાએ આશ્રય લીધો હતો. જોકે, અંતે તે જૂનાગઢ આવતા જ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો હતો.

રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ

અમિત ખૂંટ આપઘાત કેસમાં રહીમની સંડોવણી અને તેની ફરાર અવસ્થા દરમિયાન તેને કોણે કોણે મદદ કરી તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ રહીમ મકરાણીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે, જેથી આ કેસના અન્ય પાસાઓ અને પુરાવાઓ એકત્ર કરી શકાય.

આ સમાચાર શેર કરો