મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, મોટો અકસ્માત ટળ્યો

બિહારના (Bihar) રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલવે સ્ટેશન (Sasaram Railway Statio

બિહારના (Bihar) રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલવે સ્ટેશન (Sasaram Railway Station) પર ઉભેલી સાસારામ-પટણા પેસેન્જર ટ્રેન (Passenger Train) ના એક ડબ્બામાં અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ (Fire Brigade) અને રેલવે અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ ટ્રેન સ્ટેશન પર ઉભી હતી ત્યારે અચાનક એક કોચમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. સ્ટેશન પર હાજર કર્મચારીઓએ તરત જ પાણીની પાઇપ દ્વારા આગ કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો.

કોઈ જાનહાનિ નહીં

સાસારામ RPF ઇન્સ્પેક્ટર સંજીવ કુમારે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા પહોંચી નથી. સમયસર કાર્યવાહી થતા મોટો અકસ્માત ટળી ગયો હતો.

ધુમાડાથી ફેલાયો ભય

આગ બાદ ટ્રેનના ડબ્બામાંથી ભારે ધુમાડો (Smoke) નીકળતા મુસાફરો અને સ્ટેશન પર હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) હાથ ધરાયું હતું.

રાજધાની એક્સપ્રેસમાં પણ લાગી હતી આગ

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના રતલામ જિલ્લામાં રાજધાની એક્સપ્રેસ (Rajdhani Express) ના AC કોચમાં પણ આગ લાગી હતી, જેના કારણે મુંબઈ-દિલ્હી રૂટ પર અનેક ટ્રેનોની અવરજવર અસરગ્રસ્ત બની હતી.

આ સમાચાર શેર કરો