મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમૃતસરથી પૂર્ણિયા જતી ટ્રેનના જનરલ ડબ્બામાં લાગી આગ, મોબાઇલમાં બ્લાસ્ટ થતા બની ઘટના!

અમૃતસરથી પૂર્ણિયા જતી જનસેવા એક્સપ્રેસના જનરલ ડબ્બામાં આગ લાગી હતી.એન્જિનથી આઠમા ડબ્બા

અમૃતસરથી પૂર્ણિયા જતી જનસેવા એક્સપ્રેસના જનરલ ડબ્બામાં આગ લાગી હતી.એન્જિનથી આઠમા ડબ્બાના જનરલ કોચમાં આગ લાગી હતી. એક જ કોચમાં આ ઘટના બની હતી જે બાદ આગ પર ફાયર એક્ટિગ્યૂશરથી કાબુ મેળવવામાં આવ્યો હતો. રાહતની વાત આ છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઇ ઘાયલ થયું નથી. આગ લાગ્યા બાદ આ કોચના તમામ મુસાફરોને બીજા કોચમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

રેલવે અનુસાર કોઇ જાનહાનિ કે ઘાયલ થવાની સૂચના નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ બીડી-સિગારેટ કે મોબાઇલ બ્લાસ્ટ લાગી રહ્યો છે. ફોરન્સીકની ટીમે પણ ઘટનાની સમીક્ષા કરી છે. આગ પર કાબુ મેળવવામાં આવ્યા બાદ ટ્રેનને સહરસા તરફ રવાના કરવામાં આવી હતી.

મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

ટ્રેનમાં સવાર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 'એક મુસાફર મારી બાજુમાં હતો તે મોબાઇલ વાપરતો હતો અને અચાનક જ તે મોબાઇલ બ્લાસ્ટ થયો હતો.'જોકે, ફોરેન્સીકની ટીમ આ ઘટનાની સમીક્ષા કરી છે અને આગ લાગવાનું સાચુ કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો