Junagadh: ઝાંઝરડામાં TP સ્કીમ મુદ્દે ખેડૂતો લાલઘૂમ, ઓનર્સ બેઠકમાં રદ્દ કરવાની માંગ
જુનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર ટીપી સ્કીમ લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક
જુનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ પર ટીપી સ્કીમ લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ઝાંઝરડામાં યોજાયેલ ટીપી સ્કીમની ઓનર્સ બેઠકમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી ટીપી લાગુ નહીં કરવા માંગ કરી છે.
40 ટકા જમીન સરકાર લઈ લે છે
ટીપી સ્કીમની જોગવાઈ મુજબ જે વિસ્તાર ટીપીમાં આવે તેમાં જે જમીન હોય તે જમીનમાંથી 40 ટકા જમીન સરકાર લઈ લે છે અને આ ઉપરાંત લાખો રૂપિયાનો બેટરમેન્ટ ચાર્જ પણ ખેડૂતે ભોગવવાનો વારો આવે છે. અગાઉ ઝાંઝરડા રોડ પર ટીપી પાંચ અને સાત લાગુ કરવાની પ્રક્રિયા ચાલી ત્યારે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના કારણે આ બંને ટીપી સ્કીમને રિફ્યુઝ કરી દેવામાં આવી હતી.
બેટરમેન્ટ ચાર્જ પણ ખેડૂતો પાસેથી લેવાનો
ત્યારબાદ હવે ફરીવાર ટીપી સ્કીમ 7 બનાવવા માટેની તજવીજ ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે ઝાંઝરડાના પટેલ સમાજ ભવન ખાતે ટીપી સ્કીમ સાતની ઓનર્સ મીટીંગ રાખવામાં આવી હતી. આ બેઠકમાં કિસાન સંઘની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ટીપી સ્કીમનો વિરોધ કર્યો છે ખેડૂતોની માંગણી છે કે ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર તેમની 40% જમીન ટીપીના નામે લઈ લેવાની નીતિ અને તે ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ પણ ખેડૂતો પાસેથી લેવાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
જો ટીપી સ્કીમ સાત રદ કરવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરવાની કિસાન સંઘ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ટીપી સ્કીમ અંગે જુડાના અધિકારીએ જણાવ્યું હતું કે ટીપી મંજૂર કરવી કે ના મંજુર કરવી તે અંગેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે...







