મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadhના કેશોદમાં 25 હજારની કિંમતના દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

Junagadh News: ગુજરાતભરમાં ઠેક ઠેકાણેથી ગેરકાયદેસર હથિયારો ઝડપાઈ રહ્યા છે. એવામાં હવે જુનાગઢમાંથી દેશી બનાવટના

Junagadhના કેશોદમાં 25 હજારની કિંમતના દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

Junagadh News: ગુજરાતભરમાં ઠેક ઠેકાણેથી ગેરકાયદેસર હથિયારો ઝડપાઈ રહ્યા છે. એવામાં હવે જુનાગઢમાંથી દેશી બનાવટના હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો છે. જુનાગઢ જિલ્લામાં કેશોદ પોલીસે દેશી તમંચા અને કાર્ટિઝ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ઉતાવળિયા નદી કાંઠે 66 કેવી સબસ્ટેશન નજીક જાહેર સ્થળ પરથી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રુ. 25,000ની કિંમતનો દેશી તમંચો અને રુ. 100 કિંમતનું એક કાર્ટિઝ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે 32 વર્ષીય ઈબ્રાહિમશા અચુશા રફાઇની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે DySP કચેરીના એસપી બી. સી. ઠક્કરે ઝડપાયેલ આરોપીએ 18 જેટલા ગુના આચર્યા હોવાની વિગતો આપી હતી.

આ સમાચાર શેર કરો