મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: દાતારના ડુંગરમાં પુષ્પા સ્ટાઇલમાં ચંદનની ચોરી, જાણો તસ્કર કેટલા વૃક્ષો કાપીને લઇ ગયા?

જૂનાગઢ જિલ્લાના દાતારના ડુંગરમાં ચંદનની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.

Junagadh news: દાતારના ડુંગરમાં પુષ્પા સ્ટાઇલમાં ચંદનની ચોરી, જાણો તસ્કર કેટલા વૃક્ષો કાપીને લઇ ગયા?

જૂનાગઢ જિલ્લાના દાતારના ડુંગરમાં ચંદનની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ પાંચ જેટલા વૃક્ષો કાપીને લઇ ગયા હતા. વન વિભાગે દાતારના જંગલમા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જો કે હાલ આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. 

જૂનાગઢ જિલ્લામાં પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં ચંદનની ચોરીની ઘટના સામે આવી છે. દાતારના ડુંગરમાં તસ્કરો પાંચ જેટલા વૃક્ષો કાપીને લઇ ગયા હતા. વન વિભાગને દાતાર જંગલમાંથી ચંદનના કપાયેલા લાકડા તેમજ કુહાડી મળી આવી છે. વન વિભાગે દાતારના જંગલમા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ચોરીમાં અન્ય રાજ્યોની ગેંગ હોવાની શક્યતા છે. પહાડી અને જંગલ વિસ્તાર હોય ગેંગને પકડવાનું મુશ્કેલ બની રહ્યું છે. જો કે હાલ આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. 

આ સમાચાર શેર કરો