VIDEO: કોડીનારમાં રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા, હાઈવે કર્યો ચક્કાજામ
કોડીનાર સુત્રાપાડા રોડ પર બરડા ગામ નજીક ખાનગી કંપનીના બંધ ટ્રકમાં બાઈક ઘુસી જતા એકનું યુ

કોડીનાર સુત્રાપાડા રોડ પર બરડા ગામ નજીક ખાનગી કંપનીના બંધ ટ્રકમાં બાઈક ઘુસી જતા એકનું યુવાનનું મોત બાદ લોકો રોષમાં જોવા મળતા કંપનીના ટ્રકો બંધ કરાવ્યા હતા. લોકો રોડ પર ચક્કાજામ કર્યા ના દ્રશ્યો જોવા મળ્યા હતા. તાજેતરમા જ વેરાવળ એસટી રોડ પર ટ્રકના જોટામા આવતા એક યુવાનનું મોત નિપજ્યુ હતું.
રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા
કોડીનાર સુત્રાપાડા રોડ પર ફરીથી અકસ્માત સર્જાતા મામલો વધુ ગરમાયો છે. આ મામલે રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા હતા. હાઈવે પર ચક્કાજામ કર્યો છે, ટ્રકોના પૈડા પણ થંભી ગયા હતા.
મૃતક યુવકના પરિવારને વળતર આપી બેફામ ચાલતા ટ્રકો સામે કાર્યવાહી
રોષે ભરાયેલા લોકોની એક જ માંગ છે કે મૃતક યુવકના પરિવારને યોગ્ય વળતર આપી બેફામ ચાલતા ટ્રકો સામે કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો મૃતક યુવાનનો મૃતદેહ સ્વીકારવામા નહી આવે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કોડીનાર શહેરમાં મહિલાઓએ કર્યો ચક્કાજામ
યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યા બાદ આ મામલો વધુ ઉગ્ર બન્યો છે. પહેલા સંખ્યાબંધ યુવાનોએ ચક્કા જામ કર્યો હતો, તો હવે કોડીનાર શહેરના બસ સ્ટેશન નજીક હરિઓમ પોલીસ ચોકી પાસેના ચાર રસ્તા પર મહિલાઓએ ચક્કાજામ કર્યું હતું. તમામ વાહન વ્યવહાર ખોરવાયો.






