સ્કૂલ વાહનોની હડતાલનો અંત, RTO અધિકારી સાથેની બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય
સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો સુખદ અંત આવ્યો છે. સતત બે દિવસથી ચાલતી હડતાલ RTO અધિકારી સાથેની બેઠક બાદ સમેટી લેવામાં આવી

સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો સુખદ અંત આવ્યો છે. સતત બે દિવસથી ચાલતી હડતાલ RTO અધિકારી સાથેની બેઠક બાદ સમેટી લેવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા સ્કૂલ વર્ધી વાહનોના ચેકિંગ માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી અને દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હડતાલને પગલે વાલીઓ બાળકોને પોતાનો સમય બગાડીને સ્કૂલે મુકવા અને લેવા માટે મજબૂર બન્યા હતા.
સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાલ સમેટાઇ
સ્કૂલ વર્ધી એસોસિએશનની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્કૂલ વર્ધી વાહનોને રજિસ્ટ્રેશન માટે ત્રણ મહિનાનો સમય આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ ફિટનેસ સર્ટિફિકેટ, પાર્સિગ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી આ હડતાલ ચાલતી હતી જેને કારણે વાલીઓ-વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા.
નિયમોમાં કોઇ બાંધ છોડ નહીં થાય- RTO
RTO અધિકારીએ બેઠકમાં નિયમમાં કોઇ બાંધ છોડ નહીં થાય તેમ કહ્યું છે. સ્કૂલ વેન સંચાલકોએ 45થી 60 દિવસનો સમય માંગ્યો હતો.RTOના બધા જ નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ પડશે . આ સમયગાળામાં કોઇ બનાવ બને તો સ્કૂલ વર્ધી વાહન ચાલક જવાબદાર ઠરશે.








