મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પાટણના હારીજ બાદ થરોડમાં વીજ ગેરરીતીનો મામલો, વીજ કનેક્શન ન હોવા છતાં 5 વર્ષ સુધી મોકલ્યા વીજ બીલો

પાટણના હારીજ તાલુકાના નવામાકા ગામે રહેતા ઠાકોર વનાસી મફાજીના કેસમાં તેમને બે દાયકાથી વી

પાટણના હારીજ તાલુકાના નવામાકા ગામે રહેતા ઠાકોર વનાસી મફાજીના કેસમાં તેમને બે દાયકાથી વીજળીનો ઉપયોગ ન કરવા છતાં બિલ ભરવાની ફરજ પાડવામાં આવી હતી, ત્યારે આવી જ બીજી એક ઘટના પાટણના થરોડ ગામમાં વીજ કનેક્શન સંબંધિત ગેરરીતિનો મામલો સામે આવ્યો છે, જેમાં ઠાકોર માનસીજી કાનજીભાઈ નામના ગ્રાહકને તેમના મકાન ન હોવા છતાં સતત પાંચ વર્ષ સુધી વીજ બિલ મોકલવામાં આવ્યું હતું.

ગ્રાહકે આ બિલની ચૂકવણી ન કરી હોવા છતાં, વીજ કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓએ આ અંગે કોઈ પગલાં લીધાં ન હતાં, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.આ ઘટના હરીજના નવા માંકા વીજ કનેક્શન મામલા બાદ વધુ એક ગેરરીતિ તરીકે સામે આવી છે, જે વીજ વિતરણ કંપનીની કામગીરી પર સવાલો ઉભા કરે છે

હારીજ વીજ ઓફિસ ના ડેપ્યુટી એન્જીનીયર પટેલની અચાનક બદલી કરી નાખવામાં આવી છે. ગરીબ પરિવારે 16 હજાર રૂપિયા જે વીજ કનેક્શન વગર ભર્યા છે તે પરત કઈ રીતે મળશે તે અંગે પરિવાર સતત ચિંતામાં છે. વીજ કંપનીના અધિકારીઓએ સમગ્ર મામલે હાથ અધ્ધર કરી દીધા છે.

પરિવારે 16 હજાર રૂપિયા ભર્યા

ઠાકોર વનાસી મફાજીએ બીપીએલ કાર્ડ હેઠળ વીજ કનેક્શન માટે અરજી કરી હતી, પરંતુ હેલ્પરની ભૂલને કારણે મીટર બીજે લગાવાયું, જ્યારે તેમના નામે ગ્રાહક તરીકે નોંધણી થઈ. આ ભૂલને કારણે તેમને વીજળી વિના બિલો ભરવાની ફરજ પડી. અભણ અને ગરીબ હોવાને કારણે તેઓ આ ગેરરીતિ સામે અસરકારક રીતે રજૂઆત કરી શક્યા નથી.

 

આ સમાચાર શેર કરો