Video: કરજણ ટોલનાકા પર ખેરના લાકડા ભરેલા ટ્રક સાથે ચાલકની અટકાયત, 35 લાખનો મુદ્દામાલ જપ્ત
છોટાઉદેપુરના નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસે ટ્રક અને ખેરના લાકડા મળી કુલ 35 લાખનો મુદ્દામા
છોટાઉદેપુરના નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસે ટ્રક અને ખેરના લાકડા મળી કુલ 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કરજણ ટોલનાકા ઉપર ટીમ વોચ રાખીને બેઠી હતી, તે સમયે આવેલા એક લાકડા ભરેલી ટ્રક આવી અને તેનું બિલ માંગતા ડ્રાઈવરે પપૈયાનું બિલ આપ્યુ. જોકે ટ્રકમાં તો ખેરના લાકડા હતા અને તેની પાસે લાકડાનો પાસ પરમિટ પણ ન હતો. જેથી તે વાહનને જપ્ત કરવામાં આવ્યું છે. આ ખેરના લાકડાનો જથ્થો વાપીથી ભરવામાં આવ્યો હતો અને હરિયાણા લઈ જવાતો હતો. ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે અને આ લાકડાની અગાઉ પણ તસ્કરી થતી હતી. આરએફઓએ ડ્રાઈવરની સઘન પૂછપરછ શરૂ કરી છે.
જાહેરાત








