મુખ્ય સામગ્રી પર જાઓ

કમોસમી વરસાદે ધરોઈ ડેમને 100% ભર્યો, સાબરમતીમાં પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Dharoi Dam: રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે મહેસાણા જિલ્લાનો મહત્ત્વપૂર્ણ એવો ધર

Dharoi Dam: રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે મહેસાણા જિલ્લાનો મહત્ત્વપૂર્ણ એવો ધરોઈ ડેમ તેની ક્ષમતા કરતાં 100 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા જળસપાટી જાળવી રાખવા માટે ડેમનો એક દરવાજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દરવાજો ખોલીને પાણી છોડાયું

હાલમાં ધરોઈ ડેમની જળસપાટી 622.0 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ડેમની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા દર્શાવે છે. ડેમમાં ઉપરવાસથી 3450 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું જળસ્તર નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 0.65 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. આ દરવાજા મારફતે ડેમમાં થઈ રહેલી આવક જેટલું જ પાણી, એટલે કે 3450 ક્યૂસેક પાણી, હાલમાં સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, ભારે માવઠાને કારણે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે, પરંતુ ધરોઈ ડેમ ભરાઈ જતાં આગામી સમય માટે પાણીની ચિંતા દૂર થઈ છે. હાલ, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીકાંઠે અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો