ડાકોરમાં જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણના વધામણાં દેવા સવારથી પહોંચી ગયા ભક્તો
કહેવાય છે કે, આજે કાળીયા ઠાકોરનો જન્મદિવસ છે, જેને આપણે સૌ જન્માષ્ટમી તરીકે ઓળખીયે છીએ. આ
કહેવાય છે કે, આજે કાળીયા ઠાકોરનો જન્મદિવસ છે, જેને આપણે સૌ જન્માષ્ટમી તરીકે ઓળખીયે છીએ. આ જન્માષ્ટમીના શુભ દિવસે શ્રી કૃષ્ણના ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો છે. ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં શ્રીજીના વધામણાં દેવા સવારથી જ "જય રણછોડ, માખાણચોર"ના નારા સાથે આતુરતાથી મંદિર ની બહાર ઉભેલા જોવા મળે છે, અને લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહની લાગણી દેખાય છે.
ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા સોનાના આભૂષણ ધારણ
ભગવાન શ્રી કૃષ્ણએ આજે અલન્કારિક ઘરેણાં તેમજ સોનાના આભૂષણો ધારણ કર્યા. તેની સાથે જ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ ખુબજ સુંદર લાગી રહ્યા છે. ભગવાન કૃષ્ણની સાથે સાથે તેમના મંદિરને પણ ખૂબ જ સરસ રીતે આસોપાલવ અને તોરણોથી સજાવવામાં આવી રહ્યા છે. કલરવાળી રોશનીથી ગુમટ, તેમજ આખો મંદિર પરિસર વિસ્તાર શણગારાયો છે. શ્રીજીને કેવડો અતીપ્રિય હોવાથી તેમને કેવડો ધારણ કરાવવામાં આવે છે અને ફૂલોમાં પણ કેવડાનું સવિશેષ મહત્વ હોય છે. ભગવાનને આજે સોળે શણગાર સાથે વિવિધ કાલરીંગ ફૂલોના હાર તેમજ તેમને વિવિધ પ્રકારના ફૂલોથી શોભાયમાન કરવામાં આવે છે.
ભગવાનના આશિર્વાદ લેવા ભક્તો પહોંચ્યા
ભક્તો આજે શ્રી કૃષ્ણના મંદિરમાં પોતાના ઘરના મંદિરના નાના લાલાને મોટા ઠાકોરજીના દર્શન કરાવી આશીર્વાદ અપાવડાવે છે. આમ, સવારથી જ કૃષ્ણ લલ્લાના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માનવ-મેદની ઉમટી પડી છે. લોકો પોતાના પૂરા ભક્તિભાવથી ઠાકોરજીના આશીર્વાદ લેવા પહોંચી ગયા છે.












