મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: બેંક પર લાગેલા સોલાર પેનલની જોખમી સફાઈ, જિંદગી દાવ પર મૂકી કામ કરતી મહિલાઓનો VIDEO વાયરલ

સુરત શહેરમાં ફરી એકવાર કામદારોની સલામતીના મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી છે. ખાંડ બજાર વિસ્તારના ગરના

સુરત શહેરમાં ફરી એકવાર કામદારોની સલામતીના મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી છે. ખાંડ બજાર વિસ્તારના ગરનાળા પાસે આવેલી ધી સર્વોદય સહકારી બેંકની હેડ ઓફિસના ચોથા માળની છત પર મહિલાઓને સોલાર પેનલ્સની સફાઈ કરતી હતી. જીવના જોખમે ઊંચાઈ પર ચડીને સૂર્યપ્રકાશની હાજરીમાં સફાઈ કરાવવામાં આવતી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાઓ પાસે કોઈ પણ પ્રકારના સલામતી સાધનો પણ નહોતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

ઉભા થયા પ્રશ્નો

વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા શ્રમિકો પેનલ્સ પર ચડીને સફાઈ કરી રહી છે. માત્ર થોડા પગલાં લપસી જાય તો ગંભીર અકસ્માત થઈ શકે તેવી સ્થિતિ હતી. આવા જોખમી કામમાં સુરક્ષા વગર લોકો પાસેથી કામ લેવાતા હોવાની આ ઘટના કામદારોના અધિકારો અને સુરક્ષા અંગે મોટા પ્રશ્ન ઊભા કરે છે. વિડિયો સામે આવતા જ લોકોએ પ્રશ્નો ઉઠાવવાનું શરૂ થયું છે. જોખમભરી કામગીરી માટે જવાબદાર કોણ? દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લે? 

બેંકે કહ્યું સિસ્ટમ બદલીશું

વિડિયો વાયરલ થતાની સાથે જ સર્વોદય સહકારી બેંકના મેનેજરે ઘટના અંગે સ્પષ્ટતા આપી હતી. તેઓએ કહ્યું કે, હવેથી સફાઈની રીત અને પદ્ધતિ બદલાશે. મહત્વપૂર્ણ છે કે, આ ઘટના ગુજરાત રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર તથા અન્ય શ્રમ ક્ષેત્રે કામ કરનાર શ્રમજીવી વર્ગ માટે અલાર્મ છે. આ ઘટના જો છતાં જવાબદારી ન નક્કી થાય તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું જોખમ સતત વધતું જશે.

આ સમાચાર શેર કરો