મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: વરસાણી ગામે ખાનગી સોલાર કંપની આવી વિવાદમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી સોલાર કંપની અવાડા વિવાદમાં આવી છે. સાથણીની જમીનો

Surendranagar: વરસાણી ગામે ખાનગી સોલાર કંપની આવી વિવાદમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી સોલાર કંપની અવાડા વિવાદમાં આવી છે. સાથણીની જમીનો પર સોલાર પ્લાન ઊભો કરી દેવામાં આવતા ગ્રામજનો અને તંત્ર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સરકારી નિયમોનો ઉલાળિયો કરી સાથણીની જમીનોમાં સોલાર પ્લાન ઊભો કરવામાં આવતા સરપંચ અને ગ્રામજનો એક સૂર થઈને સામે આવ્યા છે.


મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વરસાણી ગામે અવાડા સોલાર કંપનીએ સાથણીની જમીનોમાં સોલાર પ્લાન નાખ્યો જેથી વિરોધ થયો છે. હવે સાથણીની જમીનો એનએ પણ ન થઈ શકે અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરતા સમયે બાંધકામ પણ ન થઈ શકે. ગામના સરપંચે કંપનીને ત્રણ વાર નોટિસ આપી જવાબ માગ્યો છે. પરંતુ ખાનગી કંપનીએ સરપંચને એકવાર પણ જવાબ નથી આપ્યો. જેથી કરીને હવે તાત્કાલિક આ ખાનગી કંપની સામે પગલાં ભરી અને લેન્ડગ્રેબિગ સહિતની કાર્યવાહી સહિતની માંગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો