મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod News: વાહન ચેકિંગ વખતે ચાલકે પી આઈ પર કર્યો હુમલો, પોલીસે આરોપીને ઝડપી કરી કાર્યવાહી

કતવારા ખંગેલા ચેક પોસ્ટ ખાતે પી આઈ પર હુમલાનો મામલો સામ

તસવીર: GSTV

કતવારા ખંગેલા ચેક પોસ્ટ ખાતે પી આઈ પર હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં આરોપી અંકુશ ડામોરને પોલીસે ઝડપી લીધો છે. આરોપી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાનો રહેવાસી છે. જાનથી મારવાના ઇરાદે આરોપીએ "આજ તું મરેગા" કહી પથ્થર વડે પી આઈના ચહેરા પર હુમલો કર્યો હતો.

નોંધનીય છે કે, કતવારા પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આઇસર ગાડી  MH-18-BG-1820 કબજે કરી છે. આરોપીને ઝડપી પોલીસે કલમ 281, 109(1), 121(2) 132 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ છે સમગ્ર ઘટના

દાહોદમાં ખંગેલા બોર્ડર પર વાહન ચેકીંગ કરતી વખતે કતવારા પી આઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશથી આવતી આઇશર ગાડીને ચેક પોસ્ટ પર ઊભી રખાવતા ગાડી ચાલક ગાડી લઇ ભાગ્યો હતો. આ દરમિયાન કતવારા પી આઈ  સહિત પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. પછી વાહન ચાલકને પકડી પૂછપરછ કરતા પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. પછી તે વ્યક્તિ ભાગ્યો હતો.

પી આઈ ઉમેશ ગાવિત પર થયો હુમલો

કતવારા પી આઈ ઉમેશ ગાવિતે તે વ્યક્તિનો પીછો કર્યો તો આ વ્યક્તિએ તેમના પર પથ્થર વડે હુમલો કર્યો હતો. પથ્થર મારી હુમલો કરી આ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કતવારા પી આઈ ઉમેશ ગાવિતને કપાળના ભાગે આંખની ઉપર ઈજા પહોંચી છે. તેઓ ઘાયલ થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને લઈ dysp LSB, SOG  સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો