મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:  રથયાત્રામાં રાજકોટ TRP ગેમ ઝોન ઘટનાનો ટેબ્લો પોલીસે હટાવતા વિવાદ

ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.આ રથયાત્રામાં રા

ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.આ રથયાત્રામાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભાવનગરની રથયાત્રામાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના તેમજ રામ મંદિર, માણસના જીવન ઉપર સોશિયલ મીડિયાનો એટેક વગેરે ફ્લોટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.જોકે, ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં હોમાયુ જેવા સુત્રો લખેલા હોવાને કારણે પોલીસ દ્વારા આ ફ્લોટ્સને અટકાવી ટ્રકને બહાર કાઢી લેવા તેમજ પોસ્ટર હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતની વિવિધ ઘટનાને લઇને આપ્યો મેસેજ

ભાવનગરમાં નીકળેલી રથયાત્રાના ટેબ્લો દ્વારા રાજ્યની વિવિધ ઘટનાઓને લઇને લોકોને એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

રાજકોટ TRP ગેમઝોન-તક્ષશિલા-અગ્નિકાંડ-હરણની બોટ કાંડ અકસ્માત, ભ્રષ્ટાચાર કે તંત્રની બેદરકારી તપાસ ચાલુ છે..પરંતુ ફૂલ જેવા બાળકો "જીગરના ટુકડાને મોતનાં કુવામાં ધકેલ્યા કોણે? સ્કુલ ક્લાસિસ કે ગેમઝોન હોય એક જાગૃતવાલી તરીકે બાળક સેફ છે તે તપાસવુ પડે. જાગો વાલીઓ જાગો.."

ભાવનગરમાં નીકળી રથયાત્રા

ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળી હતી. સાધુ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના  રાજ્ય મંત્રી નિમુબેન બામણીયા, ભાવનગરના બંને ધારાસભ્યો, મ્યુનિસિપલ, કલેકટર, રાજકીય આગેવાનો કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં 17.5 કિલોમીટરની રથયાત્રા નીકળી હતી.

ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભાવનગરની નગર ચર્યએ નીકળ્યા હતા. નાથજી ની રથયાત્રામાં સાથે 80 કરતા વધુ ટ્રકમાં વિવિધ ફ્લાઇટ્સ બનાવવામાં આવ્યા છે.હાથી ઘોડા બેન્ડવાજા પણ રથયાત્રામાં જોડાયા હતા. થયાત્રાનું સ્વાગત વિવિધ સંસ્થાઓ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભાવનગરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રાના બંદોબસ્તમાં 4 હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ, આરએએફ, આરપીએફ, હોમગાર્ડ જવાનો જોડાયા હતા.

આ સમાચાર શેર કરો