મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ મેદાને: આજથી તાલુકા મથકે ધરણાં, 6 નવેમ્બરે કલેક્ટર કચેરીનો ઘેરાવ, સૌરાષ્ટ્રમાં 'ખેડૂત આક્રોશ યાત્રા'

ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ હવે આક્રમક રીતે

ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ હવે આક્રમક રીતે મેદાનમાં ઉતરી છે. ખેડૂતોને ન્યાય અપાવવા અને સરકાર પર દબાણ લાવવા માટે કોંગ્રેસે રાજ્યભરમાં ધરણાં, પદયાત્રા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

તાલુકા કક્ષાના કાર્યક્રમો:

કોંગ્રેસ દ્વારા આજથી (1 નવેમ્બર) થી 5 નવેમ્બર સુધી તાલુકા મથકે ધરણાં અને પદયાત્રાના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપીને સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત કરશે.

કલેક્ટર કચેરીનો ઘેરાવ:

તાલુકા કક્ષાના કાર્યક્રમો બાદ, 6 નવેમ્બરે કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ નક્કી કરાયો છે. આ ઘેરાવ દ્વારા સરકારનું ધ્યાન ખેડૂતોની સમસ્યાઓ તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં 'ખેડૂત આક્રોશ યાત્રા':

કોંગ્રેસ  સોમનાથમાં 6 નવેમ્બરથી  'ખેડૂત આક્રોશ યાત્રા'નું આયોજન કરીને સૌરાષ્ટ્ર ગજવશે. યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે, તેમની મુશ્કેલીઓ સાંભળશે અને તેમની માંગણીઓને વાચા આપશે. આ 'ખેડૂત આક્રોશ યાત્રા'નું સમાપન 13 નવેમ્બરે દ્વારકા ખાતે થશે.

ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસની આ સળંગ કાર્યક્રમની શ્રેણી રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે અને સરકાર માટે એક મોટો પડકાર બની શકે છે.

આ સમાચાર શેર કરો