VIDEO: 20 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર મૃતક માટે લાકડા પણ નથી પહોંચાડી શકતીઃ કોંગ્રેસ નેતાના પ્રહાર
અમદાવાદ કોર્પોરેશન તંત્રની બેદરકારીના લીધે ઓઢવ સ્મશાન ગૃહમાં જે ઘટના બની તે દુઃખદ છ
અમદાવાદ કોર્પોરેશન તંત્રની બેદરકારીના લીધે ઓઢવ સ્મશાન ગૃહમાં જે ઘટના બની તે દુઃખદ છે. આમાં જે સંડોવાયેલા છે તેના સામે FIR નોંધી ગુનાની તપાસ કરવામાં આવે એવી અમદાવાદ શહેર પૂર્વ પ્રમુખ કોંગ્રેસના નેતા નીરવ બક્ષીએ માંગ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
ત્રિપલ એન્જિન સરકારની વાતો કરતી ભાજપ છેલ્લા 20 વર્ષથી છે પરંતુ મૃતક પરિવાર ટાયરથી અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યો છે. સ્મશાન ગૃહમાં જે કંપનીને લાકડાનું ટેન્ડર આપવામાં આવ્યું હોય તેના પર કાયદેસરના પગલાં લો. ભીના લાકડા હોય તો સાથે સૂકા લાકડાનો જથ્થો પણ રાખવો એ ખૂબ જરૂરી છે. ટેન્ડરનું પેમેન્ટ રોકીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.




