VIDEO: મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર સ્ટેડિયમ કરીશું, સરદાર જયંતિ પર્વે કોંગ્રેસના પ્રહાર
અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની 150મી જન્મ જ્યંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. અમદાવા
અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની 150મી જન્મ જ્યંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા પણ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સાબરમતીથી મોટેરા સ્ટેડિયમ સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કરતા ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
અમિત ચાવડાએ કહ્યું કે, મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું છે. કોંગ્રેસના કાર્યકરોનો સંકલ્પ છે કે 2027ના સતા પરિવર્તન બાદ પ્રથમ કેબિનેટમાં ઠરાવ કરીશું. નરેન્દ્ર મોદીનું પાટિયું તોડીને સરદાર પટેલ નામે સ્ટેડિયમનું નામ થશે. સરદાર પટેલનું નામ હટાવીને મોદીનું નામ આગળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોર જુલ્મ અને અત્યાચાર સામે લડવાનું આપણે સરદાર પટેલ પાસે શીખ્યા છીએ. આઝાદી માટે બલિદાન આપનાર લોકોના આપણે વંશજ છીએ. અંખડ ભારત માટે ઈંદિરા ગાંધીએ પોતાની છાતી પર 36 ગોળીઓ ખાધી છે. કોંગ્રસ પાર્ટીના કાર્યકરો તરીકે સંકલ્પ કરીએ કે લોકો પર થતા બુલડોઝર કાર્યવાહી સામે લડીએ.




