મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઊંઝામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. મહેસાણા સાસંદ હરિભાઈ પટેલ,ઊંઝાના ધારાસભ્ય કિરીટ ભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો 

દર કલાકે 168 ધજાઓ માં ઉમિયાના નિજ મંદિરના શિખરે ચઢાવવામાં આવશે

દર કલાકે 168 ધજાઓ માં ઉમિયાના નિજ મંદિરના શિખરે ચઢાવવામાં આવશે. આ ધજા મહોત્સવમાં ૧૧,૦૦૦ ધર્મ ધજા, અને ૧૮૬૮ મા ઉમા પ્રાગટ્ય ધજાઓ મંદિરે ચઢાવવામાં આવશે. આ ધજા મહોત્સવમાં હજારો ભક્તો ઊંઝા ખાતે ઉમટશે.

નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે  ધજા મહોત્સવ

મંદિરની સ્થાપના વર્ષ 1868માં થઈ હોવાથી 1868 ધજા ઉપરાંત 11,111 ધજા ચઢાવવામાં આવશે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શ્રદ્ધાળુઓને નાસ્તો, પાણી, ચા ઉપરાંત ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. માં ઉમિયાના ઐતિહાસિક નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ધજા મહોત્સવ યોજાઇ રહ્યો છે

આ સમાચાર શેર કરો