મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : “4 જૂને ખબર પડશે કોનો વિસ્તાર છે”, ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં થઇ જોરદાર બબાલ

નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકા પંચાયતની બહાર દેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા અને સાંસદ મન

નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકા પંચાયતની બહાર દેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા બંને જાહેરમાં બાખડી પડ્યાં હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાને કહ્યું કે મારો વિસ્તાર છે, માહોલ બગાડવા દોડ્યા ન આવો.

તો સામે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે હું આ વિસ્તાનો સાંસદ છું, આ મારો પણ આ વિસ્તાર છે. બંનેએ સામસામે કહ્યું કે 4 જૂને એટલે કે લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે ખબર પડી જશે કે આ વિસ્તાર કોનો છે. 

ઉલ્લખનીય છે કે  દેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા બંને ભરૂચ લોકસભા બેઠક પર સામે સામે ચૂંટણી લડી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો